“ તમારા કાર્યને જ તમારું જીવન બનાવી દો. પૂ .દાદાજી ”
“ વં. મૌસાજી હંમેશા કહેતા કે નેતા, વક્તા , શિક્ષક અને લેખક એ ચાર સમાજના અઢાર સ્તંભ છે. ”
“ સેવા, સમાજ અને રાષ્ટ્ર એજ કર્તવ્ય. ”
“ રાખડી હિંદુત્વનું એક સૂત્ર છે. ”
“ રાષ્ટ્ર સેવિકા સમિતિ માં સમિતિ એટલે સેવાભાવના સેવા કાર્ય કરનાર એજ સેવિકા રાષ્ટ્રની સેવા કરનારી છે. ”
“ સંસ્કાર, સંસાર અને સહકાર આ ત્રણેય વાતનું અખંડ સ્મરણ મહિલાઓ કરે તો સમાજનું કલ્યાણ થાય.”
“ સેવિકાના માથા પાર બરફ અને મોઢામાં (મિશ્રી) સાકર હોય, મગજ હંમેશા શાંત હોય અને હંમેશા મધુર બોલે.”
“ સ્વત્વ, સ્વધર્મ, સ્વરાષ્ટ્ર, સ્વાભિમાન અને સ્વજન આ પાંચ 'સ્વ' ની સંરક્ષણ તેમજ સંભાળની જવાબદારી સ્ત્રીની છે. આ પાંચ 'સ્વ' ના સંરક્ષણ માટે સ્ત્રીએ સ્વરક્ષણ માટે સક્ષમ બનવું જોઈએ. તેવો તાઈજીનો ખાસ આગ્રહ હતો. ”
“ સેવિકાનું શરીર સુદઢ, મન નિદ્યળ, દ્રષ્ટિ બેધક, હૃદય પ્રેમથી પૂર્ણ, સતત કાર્યશીલ, દૂરદર્શી, નિષ્ઠાવાન ચહેરો, પ્રસન્ન, રાષ્ટ્રના કાર્યમાં પ્રેરિત કરે તો તે સેવિકાનું કાર્ય છે. ”
“ સેવિકાનો અર્થ છે. સ્વયંસ્ફૂર્તિથી કામ કરવાવાળી સ્ત્રી. તે સમાજમાં ભળી જાય અને જ્યોતથી જ્યોત જાળવતી રહે. એક - એક બિંદુ જોડીને સિંધુ આપો - આપ બની જાય છે. ”